તને
જાતાં જોઈ કોલેજની વાટે
તને જાતાં જોઈ
કોલેજની વાટે,
મારું મન મોહી
ગયું,
તારા રૂપાળા
કાળા કાળા બાલે,
મારું મન મોહી
ગયું
કેડે દુપટ્ટો
ને જીન્સમાં પટ્ટો,
તારા
સેન્ડલ ની સતરંગી ભાતે,
મારું
મન મોહી ગયું
ચોપડાં સાથે ને
મોબાઈલ હાથે ,
તારા
રીંગટોનની મસ્તીભરી તાલે,
મારું મન મોહી ગયું
ગરબે ઘુમતી ને
મને ઘણું ગમતી,
નવરાતની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું
તને જાતાં જોઈ
કોલેજની વાટે,
મારું મન મોહી
ગયું,
(પંકજદાંડી)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો